The following text field will produce suggestions that follow it as you type.

Hawa Jara Dhirethi Vahe... in Gujarati (હવા! જરા ધીરેથી વહે...)
Hawa Jara Dhirethi Vahe... in Gujarati (હવા! જરા ધીરેથી વહે...)

Hawa Jara Dhirethi Vahe... in Gujarati (હવા! જરા ધીરેથી વહે...) in Bloomington, MN

Current price: $10.99
Loading Inventory...
Get it at Barnes and Noble

Size: OS

Get it at Barnes and Noble
સામાન્ય ભારતીયની માફક કુટુંબ વ્યવસ્થા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. હવે તો અમારા પરિવારમાં બીજી પેઢી આવી ગઈ છે તો આ વિશ્વાસ વધુ મજબૂત થઈ રહ્યો છે. વર્ષો પહેલાં મેં એક વાર્તા 'હવા! જરા ધીમે વહે'માં યોગ અને ભોગની વ્યાખ્યા કરી હતી. એ વાર્તામાંની દાર્શનિકતાથી પ્રભાવિત થઈને સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી અમરકાંતજીએ એને 'મનોરમા' માં પ્રકાશિત કરેલ. એને જ હું વિસ્તારવા માગતી હતી. આની નાયિકા તનુ એક આર્કિટેક્ટ છે.
કોરોના આપણા જીવન પર કેવો તૂટી પડેલ માર્ચ ૨૦૨૦થી ઝડપી બનતો. ૨૭ માર્ચથી તો આપણે લૉકડાઉનમાં બંધ, વાસણ ઘસતાં, કચરાં-પોતાં કરતાં હતાં આ બાજુ કોરોનાકાળ આરંભાયો અને બીજી બાજુ ભારતમાં હૉસ્પિટલોમાં બીમાર લોકો, જાનના જોખમે ત્યાંના સ્ટાફને કામ કરતો જોતા હતા. અમેરિકાની હૉસ્પિટલોના ગોડાઉનમાં લાશોનો ઢગલો જોતા હતા - રસ્તે શેકી નાખતી ગરમીમાં લાખો મજૂરોને શહે૨માંથી જતા જોતા હતા. આપણું મગજ લકવો મારી જતું હતું.
ધીમે ધીમે નટખટ, મહેનતુ તનુ મારી કલમમાં વાંરવાર આવીને ઇશારો કરી જતી હતી કે તારી આ જડતા તોડ. સને ૧૯૮૧ની વાત હતી. મારા રેલવે અધિકારી સંબંધી ભાઈ સુબોધ કુલશ્રેષ્ઠ (અમારા માટે લાડનું નામ દીપક) ના લગ્ન વડોદરા રેલવે સ્ટાફ કૉલેજમાં ટ્રેનિંગ દરમિયાન જ થઈ ગયા હતા. એની પત્ની પૂનમ ચંડીગઢની સુવર્ણચંદ્રક વિજેતા આર્કિટેક્ટ છે.
Powered by Adeptmind